Gujarati Video : જૂનાગઢના માંગરોળમાં વાવાઝોડાને લઈને કમાન્ડો ફોર્સ તૈયાર, અલગ અલગ 6 ટીમમાં 41 કમાન્ડો સજ્જ

|

Jun 14, 2023 | 4:08 PM

માંગરોળમાં વાવાઝોડાને લઈને કમાન્ડો ફોર્સ તૈયાર કરવામાં આવી છે. આફતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારની દરિયાઈ સુરક્ષા કમાન્ડો ફોર્સ (Maritime Security Commando Force) સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Junagadh : વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થવાની શક્યતા છે. વાવાઝોડાની ( Cyclone Biparjoy ) અસરને પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે. કચ્છ, પોરબંદર, સુરત અને નવસારીમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. 10થી 20 ફૂટ સુધી મોજા ઊંચા ઉછળી રહ્યા છે. ત્યારે માંગરોળમાં વાવાઝોડાને લઈને કમાન્ડો ફોર્સ તૈયાર કરવામાં આવી છે. આફતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારની દરિયાઈ સુરક્ષા કમાન્ડો ફોર્સ (Maritime Security Commando Force) સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અલગ અલગ 6 ટીમમાં 41 કમાન્ડો કરાયા તહેનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કમાન્ડો ફોર્સ એક્શનમાં છે. લાઈફ જેકેટ, બાઈનોક્યુલર, વાયરલેસ સેટ સહિતના સાધનોથી કમાન્ડો ફોર્સ સજજ છે.

(with input-vijaysinh parmar, junagadh)

આ પણ વાંચો- Cyclone Biparjoy : અસરગ્રસ્ત તમામ 6 જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કર્યો ડેમો,જુઓ Video

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 3:35 pm, Wed, 14 June 23

Next Video