Gandhinagar : CMO એ વોટ્સએપ નંબર જાહેર કરતા જ 500થી વધુ ફરિયાદ, મુખ્યપ્રધાને અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો
આ જિલ્લા કક્ષાની ફરિયાદો કલેક્ટર અને સંબંધિત અધિકારીઓને મોકલી આપવામાં આવી છે. આ સાથે એક અઠવાડિયામાં ફરિયાદની સામે લેવાયેલા પગલા અંગે સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા મુખ્યપ્રધાને આદેશ આપ્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલે વોટસએપ નંબર જાહેર કરી સમસ્યાઓ જણાવવા કરેલા અનુરોધને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. CMOએ વોટ્સએપ નંબર જાહેર કર્યાના પહેલા 20 કલાકમાં જ 500થી વધુ ફરિયાદ મળી હતી. જે પૈકી મોટાભાગની ફરિયાદ શિક્ષણ, આરોગ્ય, પોલીસ, પંચાયત, કલેક્ટર કચેરીને લગતી હતી. આ જિલ્લા કક્ષાની ફરિયાદો કલેક્ટર અને સંબંધિત અધિકારીઓને મોકલી આપવામાં આવી છે. આ સાથે એક અઠવાડિયામાં ફરિયાદની સામે લેવાયેલા પગલા અંગે સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા મુખ્યપ્રધાને આદેશ આપ્યો છે.
સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા મુખ્યપ્રધાને આદેશ
CMO અધિકારીએ સ્વાગત કાર્યક્રમમાં શૂન્ય ફરિયાદ મુદ્દે ખુલાસો માગ્યો છે. જિલ્લા કક્ષાના અગાઉ થયેલા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અધિકારીઓએ શૂન્ય ફરિયાદ કરી હતી. CMOએ વોટ્સએપ નંબર +91 7030930344 જાહેર કરીને જનતાને ફરિયાદ કરવા અનુરોધ કર્યો હતો.
(વીથ ઈનપૂટ- કિંજલ મિશ્રા, ગાંધીનગર)
