CM Bhupendra Patel Birthday : જન્મદિવસે CM ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના મંદિરમાં શિશ ઝુકાવી મેળવ્યા આશીર્વાદ, જૂઓ Video
સાદગીને વરેલા ભૂપેન્દ્ર પટેલે જન્મદિવસે દાદા ભગવાનના મંદિરમાં શિશ ઝુકાવ્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
Gandhinagar : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો (Chief Minister Bhupendra Patel) આજે જન્મ દિવસ (birthday) છે. CM ભૂપેન્દ્ર પટેલને આજે 61 વર્ષ પૂર્ણ કર્યા છે. સાદગીને વરેલા ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના મંદિરમાં શિશ ઝુકાવ્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી પ્રાર્થના કરી.
મુખ્યમંત્રીના જન્મદિવસ અંતર્ગત ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં 13થી વધુ સ્થળોએ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી આજે જન્મદિવસે જુલાઇના બીજા સપ્તાહનો શનિવાર અને કામકાજનો ચાલુ દિવસ હોવાથી મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂર્વનિર્ધારિત સરકારી કામ, વહીવટી અધિકારીઓ સાથે બેઠકમાં સામેલ રહેશે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
