સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઇથી પરત ફરી એરપોર્ટ પર કોરોના ગાઈડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા

| Edited By: | Updated on: Dec 09, 2021 | 11:29 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશથી આવતા પ્રવાસીઓ યાત્રિકો માટે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન સમયે ફરજિયાત બનાવવામાં આવેલી આરોગ્ય તપાસ અને જરૂરી ટેસ્ટ સામાન્ય યાત્રી મુસાફર જેમ જ કરાવ્યા હતા

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)  નેતૃત્વમાં દુબઇની(Dubai) બે દિવસીય મુલાકાતે ગયેલું ગુજરાત પ્રતિનિધિ મંડળ સફળતા પૂર્વક મુલાકાત પૂર્ણ કરી ગુરુવારે રાત્રે પરત આવ્યું છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશથી આવતા પ્રવાસીઓ યાત્રિકો માટે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન સમયે ફરજિયાત બનાવવામાં આવેલી આરોગ્ય તપાસ અને જરૂરી ટેસ્ટ(Test) સામાન્ય યાત્રી મુસાફર જેમ જ કરાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમીક્રોનને(Omicron)લઈને સરકાર સતર્ક બની છે. જેની સાથે જ અમદાવાદ(Ahmedabad)એરપોર્ટ(Airport)પર પણ ઓમીક્રોન સંક્રમણથી પ્રભાવિત 12 દેશોમાંથી આવતા પ્રવાસીને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ

જેમાં એરપોર્ટ પર જ 12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત આ લોકોના ટેસ્ટિંગ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના લીધે નવા વેરીએન્ટના સંભવિત સંક્રમણથી લોકોને બચાવી શકાય.

એન્ટ્રી ગેટ પર જ કોરોના ટેસ્ટ કરવાનો ફાયદો

એરપોર્ટના એન્ટ્રી ગેટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ કરવાથી ફાયદો એ થશે કે જો કોઇ પેસેન્જર કોરોના પોઝિટિવ હશે તો તેનો ચેપ ઈમિગ્રેશન અને કસ્ટમના સ્ટાફને નહી લાગે કારણ કે વિમાનમાંથી ઉતર્યા બાદ આ બધી પ્રક્રિયામાં વખતે પેસેન્જર અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે. તેથી આ નવી પ્રક્રિયાને લીધે કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ ઘટી શકે છે.

આ પણ વાંચો : નવસારીની યુવતી આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ, ઓએસીસ સંસ્થાના કર્મચારીઓની છ કલાક પૂછપરછ કરાઇ

આ પણ વાંચો :  કોરોના રસીના બે ડોઝ લીધા પછી 9 મહિના સુધી ત્રીજા ડોઝની જરૂર નથી, આ બુસ્ટર નહીં ત્રીજો ડોઝ કહેવાશે

Published on: Dec 09, 2021 11:26 PM