CM ભૂપેન્દ્ર પટેલે IPS હસમુખ પટેલના કર્યા વખાણ, કહ્યું- હસમુખ પટેલ પરીક્ષા લે, તેમાં ગરબડી નથી થતી
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હસમુખ પટેલ જે પરીક્ષા લે તેમાં કોઇ ગડબડી નથી થતી. અત્યારે ખૂબ સારી રીતે પરીક્ષા લેવામાં આવી રહી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તો નોકરી લાગેલા નવયુવાનોને મુખ્યમંત્રીએ શિખામણ આપી હતી કે કોઇ વ્યક્તિ કામ માટે આવે તો તેને ધક્કો ખાવો ન પડે એવું કામ કરજો.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી. ત્યારે એક કાર્યક્રમમાં સભાના સંબોધન દરમિયાન તેમણે સરકારી ભરતીની પરીક્ષા મુદ્દે વાત કરી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલના વખાણ કર્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હસમુખ પટેલ જે પરીક્ષા લે તેમાં કોઇ ગડબડી નથી થતી. અત્યારે ખૂબ સારી રીતે પરીક્ષા લેવામાં આવી રહી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તો નોકરી લાગેલા નવયુવાનોને મુખ્યમંત્રીએ શિખામણ આપી હતી કે કોઇ વ્યક્તિ કામ માટે આવે તો તેને ધક્કો ખાવો ન પડે એવું કામ કરજો. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરાનો વિકાસ કરવા મુદ્દે પણ વાત કરી હતી.
