Surat : 20-20 માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા મેદાનમા, જુઓ કેવી કરી ફટકાબાજી

|

May 18, 2022 | 8:19 AM

Surat : થોડા દિવસો અગાઉ પણ સુરતમાં રમાઈ રહેલ મેયર ટુર્નામેન્ટ મેચમાં ગુજરાતના CM ભુપેન્દ્રભાઈ પટેલ મેચ રમતા જોવા મળ્યા હતા.

Surat News : સુરતમાં પાટીદાર યુવાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું (Cricket Tournament) આયોજન કરવામાં આવ્યુ હતુ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેનુ ઉદઘાટન થયું.આ દરમિયાન ફરી એકવાર મુખ્યપ્રધાન ક્રિકેટ રમતા જોવા મળ્યા. મુખ્યપ્રધાને બે-ત્રણ દડા રમ્યા અને હાજર લોકોએ તેમને વધાવી લીધા. મહત્વનું છે કે, પાટીદાર પ્રીમિયર લીગ (Patidar Premium League) ટાઈટલ હેઠળ કરવામાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમ ભાગ લઈ રહી છે.

આ પહેલા પણ અડધી પીચે ક્રિકેટ રમ્યા હતા CM

થોડા દિવસો અગાઉ પણ સુરતમાં રમાઈ રહેલ મેયર ટુર્નામેન્ટ મેચમાં ગુજરાતના CM ભુપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન CM પણ મેચ રમતા જોવા મળ્યા હતા. તમને જણાવવું રહ્યું કે, મુખ્યપ્રધાને અડધી પીચે આવીને મેચ રમ્યા હતા અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાદમાં સુરતના(Surat) લીંબાયત વિસ્તારમાં ચાલી રહેલા શિવ વિષ્ણુ પુરાણ કથામાં પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હાજરી આપી હતી.કથામાં હાજર મોટી જનમેદનીને તેઓએ સંબોધિત કરી હતી

.આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રીઓ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.શિવ-વિષ્ણુ મહાપુરાણના વકતા અને મહારાજ શ્રી લલિત નાગરે મુખ્યમંત્રીનું હારમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું.આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે,રાજયના યાત્રાધામ વિકાસ દ્રારા બેટ દ્વારકા ખાતે બ્રિજનુ નિર્માણ, માધવરાયના મંદિર તથા પાવાગઢ મંદિરોનુ નવનિર્માણ કરવાનુ કાર્ય હાલ સરકાર કરી રહી છે.

 

 

Published On - 8:18 am, Wed, 18 May 22

Next Video