CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ખેડૂતો સાથે યોજી ખાટલા બેઠક, ગ્રામ્ય વિસ્તારમાં કર્યુ રાત્રી રોકાણ

|

Feb 11, 2024 | 10:51 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસની મુલાકાતે બનાસકાંઠા જિલ્લામાં પહોંચ્યા છે. જ્યાં મુખ્યપ્રધાને ખેડૂતોની સમસ્યાઓને સાંભળવા માટે ખેડૂતોને મળવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં જલોત્રા ગામે ખાટલા બેઠક યોજી હતી અને ઓર્ગેનિક ખેતી કરવા માટે CM એ માર્ગદર્શન ખેડૂતોને આપ્યુ હતુ.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શનિવાર અને રવિવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. ભૂપેન્દ્ર પટેલનું રાત્રી રોકાણ બનાસકાંઠા જિલ્લામાં હતુ. CM ભૂપેન્દ્ર પટેલ વડગામ તાલુકાના જલોત્રા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં વહેલી સવારે 125 ગામના ખેડૂતો સાથે બેઠક કરી હતી. જલોત્રામાં ખેડૂતોની સાથે ખાટલા બેઠક યોજી હતી અને જ્યાં ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ પશુ ચોરી આચરતી ખંભાતની ગેંગ LCBએ ઝડપી, ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા

ખેડૂતોની આવક કેવી રીતે વધે અને ઓર્ગેનિક ખેતી કરવા અંગે મુખ્યપ્રધાને ભાર મુક્યો હતો. જલોત્રા વિસ્તારના કર્માવત તળાવને ભરવાને લઈને ફાળવેલ પૈસાને લઈ ખેડૂતોએ મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. જલોત્રા ગામે જ રોકાણ કરીને ખેડૂતો અને સ્થાનિકોની સાથે મુલાકાત કરી હતી. શનિવારે રાત્રી દરમિયાન પણ સ્થાનિક ખેડૂતો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:48 am, Sun, 11 February 24

Next Video