વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રામલલ્લાના દર્શન કર્યા, જુઓ વીડિયો

વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રામલલ્લાના દર્શન કર્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 29, 2023 | 3:13 PM

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના જાપાન અને સિંગાપોર પ્રવાસ પહેલા અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રામલલાના દર્શન કર્યા. અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા બાદ મંદિરના પૂજારીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતુ.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના જાપાન અને સિંગાપોર પ્રવાસ પહેલા અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રામલલાના દર્શન કર્યા. અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા બાદ મંદિરના પૂજારીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતુ. સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ભેટ પણ આપી હતી.

આપને જણાવી દઈએ કે દરેક રાજ્યના ભવન બનાવવા માટે ઉત્તરપ્રદેશ સરકારે જમીન ફાળવી છે, ત્યારે ગુજરાતી ભવન જ્યાં બનવાનું છે એ જમીનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીરિક્ષણ કર્યુ હતુ. સાથે જ અયોધ્યામાં ગુજરાત ટૂરિઝમની ઓફિસનું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યું.

વાયબ્રન્ટ સમિટ 2024માં વિદેશી રોકાણ વધે તે માટે મુખ્યપ્રધાન જાપાન અને સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યા છે. આજથી લઈને 2 ડિસેમ્બર સુધી તેઓ જાપાન અને સિંગાપોરના વિવિધ શહેરોની મુલાકાત લેશે.

ગુજરાત અને જાપાન વચ્ચે ઔદ્યોગિક સંબધો મજબૂત થશે

ટોક્યો, કોબે, યમનાશી, સિંગાપોરમાં વિવિધ બેઠકોનું આયોજન કરાયું છે. તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર, પંકજ જોશી, એસ.હૈદર, આરતી કવલ અને ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓ પણ CMની સાથે જશે. CMના જાપાન પ્રવાસથી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત અને જાપાન વચ્ચે ઔધોગિક સંબધો મજબૂત થશે. CMની સાથે રાજ્યના કેટલાક ઉદ્યોગકારો પણ જાપાન જશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 25, 2023 03:42 PM