CM ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધમડાચી ગામે કર્યુ ધ્વજવંદન, આદિવાસી વિસ્તારને પાણી પુરવઠાની યોજનાની ભેટ આપી, જૂઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આજે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન (flag hoisting) કર્યું હતું. સાથે જ વલસાડમાં પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
Valsad : આજે દેશભરમાં 15મી ઓગસ્ટ અને 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ વર્ષે વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આજે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન (flag hoisting) કર્યું હતું. સાથે જ વલસાડમાં પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
વલસાડમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાનર CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. આદિવાસી વિસ્તારને પાણી પુરવઠાની યોજનાની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ પાણી માટે 866 કરોડ રૂપિયાની યોજનાની મંજૂરી આપી છે. તેમણે આ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે યોજનાથી ડાંગ જિલ્લાને દરરોજનું 38 MLD પાણી મળી રહેશે. તો તાપી નદીના કાંકરેજના ઉપરવાસમાં પાઈપ લાઈન નખાશે. 85 કિમીની પાઈપ લાઈન નાખી ડાંગને પાણી પહોંચાશે તેમણે એમ પણ જણાવ્યુ કે પાણી પુરવઠાની યોજનાથી ડાંગના 269 ગામોને ફાયદો થશે.