Gujarat Video: પ્રથમ ગ્રાસે મક્ષિકા ! વલસાડમાં સીએમએ લીલી ઝંડી બતાવેલી તમામ સિટી બસો ખખડધજ હાલતમાં
Valsad: વલસાડમાં નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શરૂ થતાની સાથે જ વિવાદોમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સિટી બસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી પરંતુ આ બસો ખખડધજ સ્થિતિમાં મળી આવી છે. ત્યારે સીએમને પણ અંધારામાં રખાયા હોવાનું સામે આવ્યુ છે.
Valsad: નવી નકોર બસની શરૂઆત થાય, પરંતુ આ નવી બસો ખખડધજ હોય તો ? આવું થયું છે વલસાડમાં. જ્યાં નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાને મુખ્યપ્રધાને લીલીઝંડી બતાવી. પરંતુ સેવા શરૂ થતાની સાથે જ 7 જેટલી બસ ખરાબ સ્થિતિમાં જોવા મળી.
નવી નક્કોર બસ અલગ-અલગ જગ્યાએથી તુટેલી જોવા મળી. તુટેલી લાઈટ, રિમોટ કરેલા ટાયર, બસના બમ્પરમાં તિરાડ આવી અનેક ખામીઓ ઉડીને આંખે વળગી રહી છે. નવી બસ સેવાની શરૂઆત સાથે જ જાણે પ્રથમ કોળિયે જ માખી આવ્યા જેવી સ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચો: Valsad Accident Video : ટામેટા ભરેલી ટ્રક નેશનલ હાઇવે 48 પર પલટી ગઇ, ટ્રક અને બે કારને પણ અડફેટે લીધા
પાલિકાએ ખખડધજ બસો અંગે આપ્યો આ તર્ક
હદ તો ત્યાં થઈ કે પાલિકાએ CM ભૂપેન્દ્ર પટેલને પણ આવી ખખડધજ બસો અંગે અંધારામાં રાખ્યા. પાલિકાના અધિકારીઓ આ રીતે ક્ષતિગ્રસ્ત બસોનું ઉદ્ઘાટન કરાવી નાખ્યું. નવી બસમાં આ નુક્સાનની સ્થિતિ અંગે વલસાડ પાલિકાના અધિકારીઓને રટણ છે કે આ તમામ બસ નવી જ છે. બસ અગાઉથી જ ખરીદી લેવાતા થોડીઘણી ક્ષતિ હોય શકે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
