Rain News :  દાંતામાં આભ ફાટ્યું ! એક જ રાત્રિમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ નદીમાં ફેરવાયા, જુઓ Video

Rain News : દાંતામાં આભ ફાટ્યું ! એક જ રાત્રિમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ નદીમાં ફેરવાયા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 22, 2025 | 1:36 PM

બનાસકાંઠામાં પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દાંતામાં રાત્રિ દરમિયાન 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. દાંતામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

બનાસકાંઠામાં પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દાંતામાં રાત્રિ દરમિયાન 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. દાંતામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. અર્જુની નદી અને બાલારામ નદી બે કાંઠે વહી છે. દાંતાના પર્વતીય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વહેતી નદીઓ વહેતી થઈ છે. પ્રથમ વરસાદમાં જ નદીઓમાં નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

બનાસકાંઠા પંથકમાં આભ ફાટ્યું !

બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદથી ભેખડો ધસી પડી છે. ત્યારે દાંતા-સતલાસણા હાઇવે પર આંબાઘાટની ભેખડો ધસી પડી છે. ભેખડો ધસી પડતાં વાહનચાલકોની મુશ્કેલી વધી છે. ભેખડો ધસી પડતાં એક સાઈડનો રસ્તો બ્લોક થયો હતો. પ્રોટેક્શન જાળી ન હોવાને કારણે પ્રથમ વરસાદમાં જ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એક ટ્રક ત્યાંથી પસાર થતા સમયે જ અચાનક ભેખડો ધસી પડી છે. જો કે સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો