Gujarati Video : જામનગરના 16 વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ, અધિકારીઓને સોંપાઈ વિવિધ કામગીરી

|

May 23, 2023 | 12:59 PM

સ્વચ્છતા અભિયાનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે જામનગર ( Jamnagar ) મહાનગરપાલિકાએ પણ એક નવી ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત શહેરના 16 વોર્ડને સ્વચ્છ રાખવા માટે 16 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યા બાદ લોકોમાં જાગૃતિ આવી છે. આ સ્વચ્છતા અભિયાનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે જામનનગર ( Jamnagar ) મહાનગરપાલિકાએ પણ એક નવી ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત શહેરના 16 વોર્ડને સ્વચ્છ રાખવા માટે 16 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે સ્વચ્છ ભારત મિશન અંતગર્તની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જામનગરનો ક્રમાંક 48મો હતો.

આ પણ વાંચો : Jamnagar : શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ઈમારતોનું કરાયું સર્વે, 129 જર્જરિત ઈમારત માલિકોને આપી નોટિસ

જેને આ વર્ષે ક્રમાંક 20ની અંદર લાવવા માટે શક્ય તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. શહેરને સ્વચ્છ રાખવા માટે સોલિડ વેસ્ટ વિભાગ દ્રારા વિવિધ કામગીરી થતી હોય છે. તેમાં સફાઈ માટે સફાઈ કામદારો, તેના પર સુપરવિઝન માટે સુપરવાઈઝર અને એએસઆઈ સહીતની ટીમ તૈયારી કરાઈ છે. કામ વધુ ચોક્કસાઈ અને સારી રીતે થાય તે માટે ખાસ 16 નાયબ કાર્યપાલક ઈજનેરોને કામગીરી સોપવામાં આવી છે.

નાયબ કાર્યપાલક ઈજનેર અધિકારી દ્રારા પોતાના વિભાગની નિયમિત કામગીરી ઉપરાંતની સફાઈની જવાબદારી રહેશે. વોર્ડમાં નિયમિત સફાઈ થાય, સફાઈને લગતી ફરીયાદનો નિકાલ સમયસર થાય, ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનનું મોનીટરીંગ, જીપીએસ તથા સ્થળ પર રૂબરૂ મુલાકાત કરવી, કામદારોની હાજરી, તેમની કામગીરીની રૂપરેખાનું મોનીટરીંગ સુપરવાઈઝર અને એએસઆઈને સોંપવામાં આવ્યું છે. આ ઉપરાતં જે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ સરપ્રાઈઝ ચેકિંગ પણ કરશે. અને જો તે દરમિયાન કામમાં કોઈ બેદરકારી સામે આવશે તો ઉપરી કક્ષાએ જાણ કરવાની રહેશે.

 જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:42 am, Tue, 23 May 23

Next Video