Breaking News : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો, જુઓ Video

Breaking News : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો, જુઓ Video

| Edited By: | Updated on: Apr 26, 2025 | 2:47 PM

અમદાવાદમાં મધરાતે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની ટીમો ત્રાટકી હતી. અમદાવાદમાંથી ગેરકાયદે રહેલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેમનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ બહાર અટકાયત કરાયેલા પરિવારજનોએ હોબાળો કર્યો છે.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક કરવામાં આવી છે.પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એકશનમાં આવી છે. મધરાતે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની ટીમો ત્રાટકી હતી. અમદાવાદમાંથી ગેરકાયદે રહેલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેમનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ બહાર અટકાયત કરાયેલા પરિવારજનોએ હોબાળો કર્યો છે. અટકાયત કરાયેલા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે. વેરિફિકેશન દરમિયાન લોકોએ હોબાળો મચાવ્યો છે. લોકોએ હંગામો કરીને પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે.

ગુજરાતમાં ગેરકાયદે રહેનારા લોકો પર તવાઈ

અમદાવાદ પોલીસની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચંડોળા તળાવમાં પોલીસનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે ચંડોળા તળાવમાંથી 457 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. મોડી રાત્રિથી સવાર સુધી પોલીસનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચ, SOG, ઝોન 6 સહિતની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશી, પાકિસ્તાની કે અન્ય દેશના ઘુસણખોરો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે રહેતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો