Rajkot: વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પોલીસે કેટલાક કાર્યકરોને ટીંગાટોળી કરી લઇ જવા પડ્યા, જુઓ દ્રશ્યો

| Edited By: | Updated on: Feb 07, 2022 | 12:28 PM

રાજકોટ પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપના મુદ્દાને લઇને જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ કર્યુ હતુ. કોંગ્રેસ દ્વારા ધરણા કરવા માટે પોલીસ મંજુરી માગવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી.

રાજકોટ (Rajkot)માં કોંગ્રેસ (Congress)ના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપીના (Clash) દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ પોલીસ કમિશનર પર થયેલા આક્ષેપો બાદ કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ (Protest) નોંધાવવામાં આવ્યો હતો. જે દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ જોવા મળી હતી. પોલીસે વિરોધ કરતા કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે.

રાજકોટ પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપના મુદ્દાને લઇને જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ કર્યુ હતુ. કોંગ્રેસ દ્વારા ધરણા કરવા માટે પોલીસ મંજુરી માગવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી. આમ છતા કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શ કરવામાં આવ્યુ હતુ. જે બાદ પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોને રોકવામાં આવતા વાતાવરણ તંગ બન્યુ હતુ. કેટલાક કોંગ્રેસ કાર્યકરોને તો ટીંગાટોળી કરીને પોલીસે લઇ જવા પડ્યા હતા.

કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે કે રાજકોટ પોલીસ કમિશનરે એક નાગરિક પાસેથી 75 લાખ રૂપિયા વસુલ્યા છે અને એક પોલીસ કમિશનર સામે સતત બે વર્ષથી એક ધારાસભ્ય કક્ષાના માણસ કરી રહ્યા છે. એક સંસદ સભ્ય પણ કરી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારનો વિરોધ થવો જ જોઇએ.

મહત્વનું છે કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 70 લાખની વસૂલી કરી હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવ્યો છે. રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે રાજકોટના ઉદ્યોગપતિ સાથે થયેલી 12 કરોડની છેતરપિંડીના કિસ્સાને આક્ષેપ સાથે ટાંક્યો છે.

આ પણ વાંચો-

Amreli: સાવરકુંડલામાં બે મહિલાઓ પર એસિડ એટેક, બેમાંથી એક સગર્ભા મહિલા, પોલીસે CCTVનાં આધારે તપાસ શરૂ કરી

આ પણ વાંચો-

Junagadh: આશ્રમમાં જ ભવનાથના સંત કાશ્મીરી બાપુને અપાશે સમાધિ, ગિરનારના સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી