અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સતર્ક – જુઓ Video
અમદાવાદમાં કોરોનાના સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના પગલે શહેરનું તંત્ર સતર્ક થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 1,200 બેડની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાના સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના પગલે શહેરનું તંત્ર સતર્ક થઈ ગયું છે. કોરોના દર્દીઓ માટે 1,200 બેડની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. આ સિવાય ઓક્સિજન અને દવાઓ સહિતની તમામ વ્યવસ્થાઓ પણ તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, “કોરોના રોગથી ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા છે અને જરૂર પડે તો તાત્કાલિક સારવાર માટે તમામ સાધનો પણ ઉપલબ્ધ છે. જો ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20 હજાર લિટરની બે ટેન્ક પણ તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદમાં નોંધાયેલા 7 કેસમાં વિવિધ વયના દર્દીઓ છે. જેમાં વટવાનો 15 વર્ષીય કિશોર, નારોલનો 28 વર્ષીય યુવક, દાણી લીમડાના 72 વર્ષીય વૃદ્ધા, બહેરામપુરાનો 30 વર્ષીય યુવક, ગોતાની 2 વર્ષીય બાળકી, નવરંગપુરાના 54 વર્ષીય વયસ્ક અને બોપલના 15 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે.
શહેરમાં કોરોના સામે લડવા માટે તંત્ર સક્રિય છે અને આવનારા સમયમાં વધુ સંભાળ રાખવા માટે તૈયારીઓ ચાલુ રાખવામાં આવી રહી છે.