Monsoon 2023 : નવસારી શહેરમાં વરસાદી પાણી ભરાવાને લઈ 3 હજારથી વધુ લોકોનુ સ્થળાંતર, તંત્રે ફૂડ પેકેટની કરી તૈયારી જુઓ Video

|

Jul 28, 2023 | 6:05 PM

નવસારી જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થતા 3,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને એમના માટે ફૂડ પેકેટ પુરા પાડવા માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.

Monsoon 2023: નવસારીમાં પૂર્ણા નદીમાં જળબંબાબકારની સ્થિતિના કારણે 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટની તંત્રએ તૈયારી કરી છે. નવસારી જિલ્લાની પૂર્ણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણ નદીની જળસપાટી વધતા સુપા, કુરેલ ગામને જોડતો માર્ગ બંધ થયો છે. 5000થી વધુ લોકો આ પાણી ભરાવાને કારણે પ્રભાવિત થશે.

આ પણ વાંચો : નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી ગાંડીતૂર, સ્થિતિ પર સતત નજર હોવાનો કલેક્ટરનો દાવો

બીજ તરફ બપોર સુધીમાં રાજ્યના 9 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. 6 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેતપુર પાવીમાં 4 કલાકમાં જ 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ, પંચમહાલના જાંબુઘોડામાં અને છોટાઉદેપુરમાં 4 ઈંચ વરસાદ. છોટાઉદેપુરના સંખેડા અને વડોદરાના સિનોરમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video