Surendranagar : ચોટીલાના 20થી વધુ ગામના લોકોને નાહવાનું છોડવા ફરજ પડી, જાણો શું છે કારણ, જુઓ Video

|

May 30, 2024 | 3:19 PM

કાળઝાળ ગરમી વચ્ચે સુરેન્દ્રનગરના ચોટીલાના રહીશો વિરોધ કરવા મજબૂર બન્યા છે. લોકોની માગ છે કે પીવાનું પાણી આપવામાં આવે. સુરેન્દ્રનગરના ચોટીલાના 20 ગામમાં પાણી ન આવતા લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

કાળઝાળ ગરમી વચ્ચે સુરેન્દ્રનગરના ચોટીલાના રહીશો વિરોધ કરવા મજબૂર બન્યા છે. લોકોની માગ છે કે પીવાનું પાણી આપવામાં આવે. સુરેન્દ્રનગરના ચોટીલાના 20 ગામમાં પાણી ન આવતા લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જો કે હાલમાં એક કે બે ટેન્કર પાણી ગામમાં આપવામાં આવી રહ્યુ છે.

ગ્રામજનોનું કહેવુ છે કે પરિસ્થિતિ એવી વિકટ બની છે કે લોકોએ પાણીના અભાવે નહાવાનું પણ છોડી દીધુ છે. આવી ભયંકર મુશ્કેલી વચ્ચે હવે 20 ગામના લોકોએ પ્રાંત કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો છે.

આ ઉપરાંત ગ્રામજનોએ માગ કરી છે કે પીવા માટે તેમજ અન્ય ઉપયોગ માટે પૂરતા પાણીની વ્યવસ્થા કરવામાં આવે.જો પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. બીજી તરફ ગ્રામજનોની રજૂતઆત બાદ પ્રાંત અધિકારીએ સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:08 pm, Thu, 30 May 24

Next Video