રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, ઝાડા-ઊલ્ટીના 40થી વધુ કેસ નોંધાયા, જુઓ Video

રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, ઝાડા-ઊલ્ટીના 40થી વધુ કેસ નોંધાયા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 17, 2025 | 12:45 PM

રાજકોટના ધોરાજી પંછીપીર વાડી વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી ઊઠ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઝાડા-ઉલટીના પાંચ નવા કેસ નોંધાયા છે, જે સાથે જ વિસ્તારમાં કુલ 40 કેસ નોંધાયા છે. આમાંથી ત્રણ દર્દીઓના કોલેરા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે

રાજકોટના ધોરાજી પંછીપીર વાડી વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી ઊઠ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઝાડા-ઉલટીના પાંચ નવા કેસ નોંધાયા છે, જે સાથે જ વિસ્તારમાં કુલ 40 કેસ નોંધાયા છે. આમાંથી ત્રણ દર્દીઓના કોલેરા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને તમામ દર્દીઓ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જિલ્લા કલેક્ટરે ગઇકાલે પંછીપીર વાડી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે અને આરોગ્ય વિભાગે તાત્કાલિક સર્વે કાર્ય શરૂ કર્યું છે. વિસ્તારમાં સતત કેસ વધતા તંત્ર દોડતું થયું છે. નોંધનીય છે કે આ આંકડા માત્ર સિવિલ હોસ્પિટલના છે; અન્ય હોસ્પીટલના આંકડા મેળવીને વધુ મામલાઓ સામે આવી શકે છે.

આ વધતા રોગચાળાને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ પાલિકા પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેઓ કહે છે કે પાલિકાની બેદરકારી અને દૂષિત પાણીના વહનના કારણે રોગચાળો ફાટ્યો છે અને તંત્રને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા મંગવવા જોઈએ. દિનેશ વોરાએ આ અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો