પાલનપુરમાં કોટ વિસ્તારમાં કોલેરાનો મામલો, ટેન્કરોમાં દૂષિત પાણી આવતું હોવાનો ઘટસ્ફોટ, જુઓ

|

Jun 09, 2024 | 2:12 PM

પાલનપુર શહેરમાં કોટ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફેલાયો છે. જેને લઈ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય તંત્રની ટીમોને પણ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોટ વિસ્તારમાં દોડતા ટેન્કરના પાણીનો રિુપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો ખાનગી બોરના સેમ્પલ પણ નેગેટિવ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં કોટ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફેલાયો છે. જેને લઈ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય તંત્રની ટીમોને પણ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોટ વિસ્તારમાં દોડતા ટેન્કરના પાણીનો રિુપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો ખાનગી બોરના સેમ્પલ પણ નેગેટિવ સામે આવ્યા છે.

કોટ વિસ્તારમાં ગંદકી અને પીવાના પાણીના દૂષિત પાણીને લઈ સ્થાનિક તંત્ર અને પાલિકા સામે આક્ષેપો થઈ રહ્યા છે. આ દરમિયાન પીવાના પાણીના ટેન્કરના સેમ્પલ પણ નેગેટિવ સામે આવ્યા છે. આમ ટેન્કરમાં પાણી દૂષિત આવતું હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગે પણ પીવાના પાણી માટે મંગાવેલ ટેન્કરના સેમ્પલ પણ નેગેટિવ જણાયા છે. તો બીજી તરફ કોટ વિસ્તારમાં કોલેરા વકર્યો છે.

 

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video