રાજકોટમાં ગોંડલ રોડ પર રસુલપરા પાસે 37 હજારની કિંમતની ઝડપાઈ ચાઈનીઝ દોરી- જુઓ વીડિયો

રાજકોટમાં ગોંડલ રોડ પર રસુલપરા પાસે 37 હજારની કિંમતની ઝડપાઈ ચાઈનીઝ દોરી- જુઓ વીડિયો

Ronak Majithiya
| Edited By: | Updated on: Dec 19, 2023 | 12:05 AM

રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા બેફામ રીતે ચાઈનીઝ દોરીનો વેપલો ચાલી રહ્યો છે. ચાઈનીઝ દોરીના કારણે ગળા કપાવાથી અનેક લોકોના મોત થયા હોવા છતા કેટલાક તત્વો માત્ર પૈસા કમાવાની લ્હાયમાં ચાઈનીઝ દોરીનું છુપી રીતે વેચાણ કરતા હોય છે. રાજકોટમાં પણ ગોંડલ રોજડ પર રસુલપરા પાસે ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો બેફામ વેચાણ કરી રહ્યા છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલા રસુલપુરા પાસે ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો અને બે શખ્સોની ધરપકડ પણ કરી. કૌશલ મસરાણી અને નિરજ મસરાણી નામના બે શખ્સો રસુલપુરા પાસે ખુલ્લેઆમ એક કારમાં ચાઇનીઝ દોરી વેચી રહ્યા હતા. જેની ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા દરોડા પાડ્યા અને સ્થળ પરથી રૂપિયા 37 હજારની 146 નંગ ચાઇનીઝ દોરી જપ્ત કરી લીધી. ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ દોરી અને કાર સહિત 3 લાખ 62 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લીધો. તેમજ બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી.

આ પણ વાંચો: ભગવાન શ્રીરામની શ્રી ચરણ પાદુકાના દર્શન કરી સહુ કોઈ થયા અભિભૂત, રાસ-ગરબા, ફટાકડા ફોડી કરાયુ સ્વાગત-જુઓ તસ્વીરો

મહત્વનું છે, પોલીસ કમિશનરે ઉતરાયણ પહેલા જ જાહેરાત કરી છે કે ચાઇનીઝ દોરી અને તુક્કલ જેવી પ્રતિબંધિત વસ્તુ નહીં વેચી શકાય. છતાં જો કોઇ શખ્સ વેચે છે તો તેની સામે કાર્યવાહી કરાશે. પરંતુ બેફામ શખ્સો વધુ પૈસા કમાવવાની લાલચે ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. તો, તેમની સામે પોલીસ પણ સતર્ક બની છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">