ચીનમાં બાળકોમાં ફેલાઈ રહેલી બીમારી સામે લડવા ગુજરાત સિવિલ તંત્ર સજ્જ, જરૂરી સ્ટાફ, દવાનો જથ્થો તૈયાર, જુઓ વીડિયો

|

Nov 29, 2023 | 10:51 PM

ચીનમાં ફેલાયેલી ગંભીરને બીમારીને લઈ ગુજરાતે તૈયારી શરૂ કરી છે. નવી બીમારી સામે સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે. રાજ્ય સરકારે આ બીમારીને લઈ ગાઈડલાઈન જાહેર કરી છે. જોકે આ બાબતે તકેદારી રાખવા તમામ હોસ્પિટલોને વ્યવસ્થા કરવા પણ સૂચના આપી દેવાઈ છે. 5 ડૉક્ટરની ટીમ, જરૂરી સ્ટાફ, દવાનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે.

ચીનમાં બાળકોમાં ફેલાઈ રહેલી ન્યુમોનિયાની ગંભીર બીમારીને લઈને ભારત સરકાર સહિત ગુજરાત સરકારે પણ ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. ગુજરાત સરકારે તકેદારી રાખવા માટે તમામ હોસ્પિટલોને વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી છે. જેના પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આ બીમારીને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ થઈ છે.

ગાંધીનગર સિવિલના ડૉ.નિશા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના લોકોને આ બીમારીથી ગભરાવવાની જરૂર નથી. તમામ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ દ્વારા કરી દેવામાં આવી છે. સિવિલમાં અત્યારે 5 ડૉક્ટરની ટીમ, જરૂરી પેરામેડિકલ સ્ટાફ, ઈન્જેક્શન અને દવાનો તમામ પ્રકારનો જથ્થો તૈયાર રખાયો છે. તો 15થી 20 જેટલા બેડ, ઓક્સિજનનો જથ્થો, વેન્ટિલેટર સહિતની સુવિધાથી સજ્જ છે.

આ પણ વાંચો : ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને ગુજરાત સરકાર એક્શનમાં, આરોગ્ય અધિકારીઓને તૈયારીઓની આપી સૂચના, જુઓ વીડિયો

તો સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ ડૉ.નીતા પરીખે પણ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જા હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, હાલ ચીનમાં આ પ્રકારની નવી બીમારી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પગ પેસારો કરે તો તેની સામે લડવા માટે સિવિલનો સ્ટાફ ખડેપગે રહીને લોકોને સારવાર આપશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video