કોરોનામાં વેક્સિન વગર માતા-પિતાએ ગુમાવ્યા જીવ: રાજકોટના કિશોરોએ કરી એવી અપીલ કે, સૌનું હૃદય દ્રવી ઉઠ્યું

|

Jan 04, 2022 | 9:13 AM

કોરોનામાં ઘણા બાળકો એવા છે જેઓએ છત્રછાયા ગુમાવી છે. આવામાં રાજકોટના કિશોરોએ વેક્સિન લેવાની અપીલ કરી છે. જે સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે.

Rajkot: રાજ્યમાં 3 જાન્યુઆરીથી કિશોરોને કરોનાનું કવચ આપવા તંત્રે રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરી છે. ત્યારે રાજકોટમાં (Vaccination in Rajkot) પણ કિશોર વયના વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓનું (Students Vaccination) રસીકરણ કરવામાં આવ્યું. જેમાં કેટલાક કિશોરોએ એવી વાત કરી કે, સૌ કોઈનું હૃદય દ્રવી ઉઠ્યું.

પિતાને ગુમાવ્યાનું દુઃખ

વેક્સિનથી વંચિત પિતાને ગુમાવ્યાનું એક પુત્રીએ દુખ વ્યક્ત કર્યું. પૂજા નામની દીકરીએ જણાવ્યું કે, મેં રસી લીધી છે. પરંતુ મારા પિતાએ રસી નહોંતી લીધી. કોરોનાના સંક્રમણમાં મારા પિતાનું મોત થયું. તો સૌ કોઈએ રસી લઈ કોરોને નાથવો જોઈએ.

સારવાર દરમિયાન માતાનું મૃત્યુ

રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ઉત્સવ પરમારે જણાવ્યું હતું કે દરેક લોકોએ વેક્સિન અચૂક લેવી જોઈએ. વેક્સિન એ આપણને કોરોના સામે રક્ષણ આપે છે અને એ આપણા સૌ માટે સુરક્ષાકવચ છે. આ બાળકે પણ હૃદય કંપાવનારી વાત કહી, ઉત્સવે કહ્યું કે માતાએ કોરોનાની વેક્સિન લીધી ન હતી અને તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન સંક્રમિત થયાં હતાં અંતે સારવાર દરમીયાન તેમનું મોત નિપજ્યું હતું. ઉત્સવે પરમારે અફસોસ વ્યક્ત કર્યો હતો.

 

આ પણ વાંચો: 2 વર્ષના બાળકને કોરોના આવ્યા બાદ તંત્ર હરકતમાં, જાણો દાહોદ જિલ્લામાં કોરોનાને પહોંચી વળવા શું છે તૈયારી

આ પણ વાંચો: Surat : કોરોના પોઝિટિવ થયેલી વૃદ્ધ સિવિલમાંથી ગાયબ થતા તંત્રના શ્વાસ અઘ્ધર, તંત્રએ શોધખોળ શરૂ કરી

Next Video