સુરતમાં બાળમજૂરી કરાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, 5 સગીરોને કરાવાયા મુક્ત- Video

| Edited By: | Updated on: Apr 20, 2025 | 5:14 PM

ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી બાળકોને લાવીને તેમની પાસે મજૂરી કરાવવાનું કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે અને એવામાં આવી જ રીતે મજૂરી કરાવવાના કૌભાંડનો સુરતમાં ફરી પર્દાફાશ થયો છે.

ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી બાળકોને લાવીને તેમની પાસે મજૂરી કરાવવાનું કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે અને એવામાં આવી જ રીતે મજૂરી કરાવવાના કૌભાંડનો સુરતમાં ફરી પર્દાફાશ થયો છે.

સુરતના પુનાની બિલનાથ સોસાયટીમાં સાડીના કારખાનામાં 5 સગીરોને ગોંધી રાખી તેમની પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. આ 5 સગીરોની ઉંમર 7 વર્ષથી 17 વર્ષ સુધીની હતી. આ સગીરોને રાજસ્થાનના ઉદયપુરના અંતરિયાળ ગામેથી લાવવામાં આવ્યા હતા. તેમની પાસે સવારે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી એટલે કે, 17 કલાક સુધા કાળી મજૂરી કરાવાતી હતી. આ પાંચ પૈકી બે સગીરો મોડી રાતે કોઈક રીતે ભાગીને ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ સામે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે કારખાનામાં પહોંચી પાંચેય સગીરોને મુક્ત કરાવ્યા હતા. છેલ્લા અનેક મહિનાઓથી બાળકો પાસે કારખાનામાં મજૂરી કરાવાઈ રહી હતી. બાળકોને દરરોજ 17 કલાક કામ કરવું પડતું હતું અને 200 રૂપિયા મહેનતાણું આપવામાં આવતું હતું.

જણાવી દઈએ કે, બાળકોને ચોક્કસ સરનામું ધ્યાનમાં ન હતું જે બાદ બાળકોએ જેમ જેમ આંગળી ચીંધી તેમ તેમ પોલીસે આગળ પગલાં ભર્યા હતા. પોલીસે કારખાનામાં પહોંચીને 7 વર્ષના બાળકને અને 17-17 વર્ષના અન્ય બે બાળકોને પણ મજૂરીથી મુક્ત કર્યા હતા. જો કે, આ મામલે કારખાનુ ચલાવનારાની પોલીસે ધરપકડ કરી છે.

Input Credit- Baldev Suthar- Surat

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો