Watch: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા, શહેરીજનોએ હર્ષ વ્યક્ત કર્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 07, 2023 | 6:58 PM

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સુપુત્ર અનુજ પટેલ સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા શહેરીજનોએ ભગવાનનો આભાર માનીને હરખભેર મીઠાઈઓ વહેંચીને હર્ષ વ્યક્ત કર્યો. છેલ્લા ત્રણ મહિનાથી અનુજ પટેલની બ્રેઇન સ્ટ્રોકના કારણે મુંબઈમાં સારવાર ચાલી રહી હતી.રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ પટેલની ઘરે પરત ફરવાની વાત સામે આવતા શહેરી જનોમાં ખુશી છે.

ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ (Anuj Patel) સ્વસ્થ થઇને અમદાવાદના ઘરે પરત ફરવાના હોવાની વાત સામે આવતા જ લોકોએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી અનુજ પટેલની બ્રેઇન સ્ટ્રોકના કારણે મુંબઈમાં સારવાર ચાલી રહી હતી.રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ પટેલની ઘરે પરત ફરવાની વાત સામે આવતા શહેરી જનોમાં ખુશી છે.

આ પણ વાંચો : Ahmedabd: ધોળકાના પિતો-પુત્ર આપઘાત કેસમાં સ્યુસાઇડ નોટ મળી આવી, કુલ 19 લોકો સામે ગુનો નોંધાયો, જૂઓ Video

મુખ્યપ્રધાન ના પુત્ર અનુજ નાદુરસ્ત થતા અને અમદાવાદ થી એર એમબ્યુલન્સ મારફતે મુંબઈ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા ત્યારે અમદાવાદ પૂર્વના નાગરિકો ઓ એ ભાગવત સપ્તાહ માં વિશેષ પ્રાર્થના અને મહાઆરતી કરી અનુજના દીર્ઘાયુ માટે ભગવાનને વિશેષ સ્તુતિ સાથે ધુન દ્દારા ભુદેવો અને નાગરિકોએ પ્રાર્થના કરી હતી. તેમના સ્વાસ્થ્યની કામના ઓ કરી હતી. CTM ન્યુ મણિનગરના મણિકર્ણિકેશ્વર મહાદેવમાં મુખ્યપ્રધાન અને અનુજના પોષ્ટરોને મો મીઠ્ઠું કરાવી નાગરિકો હરખ વ્યક્ત કર્યો હતો. અનુજને નવજીવન મળતા ઘરે પરત ફરતા તેમને વધાવી લીધા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Sep 07, 2023 05:09 PM