છોટાઉદેપુર : PM આવાસ યોજનામાં ગેરરીતિ ! મોટી ઉન અને નાની ઉન ગામમાં કૌભાંડ
મહિલા સરપંચ પોતાના પર લાગેલા તમામ આરોપ ફગાવ્યાં. અને કહ્યું કે લાભાર્થી તેમના બેન્ક ખાતાથી માહિતગાર છે. ખુદ લાભાર્થીઓએ જ પોતે મકાન બનાવી શકવા સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.
છોટાઉદેપુર : દરેકને પોતાના ઘરનું ઘર હોય તેવું સ્વપ્ન હોય છે. પરંતુ છોટાઉદેપુર (Chhotaudepur)જિલ્લાના બોડેલી (Bodeli)તાલુકાના મોટી ઉન અને નાની ઉન ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં (Pradhan Mantri Awas Yojana)ગેરરીતિના (Scam)આક્ષેપ થયા છે. લાભાર્થીઓનું કહેવું છે કે તલાટી દ્વારા મકાનનું કામ શરૂ કરવા નોટિસ મળી ત્યારે તેમણે જાણ થઈ કે તેમના આવાસના એડવાન્સ રૂપિયા 30 હજાર સરકારે ચાર મહિના અગાઉ જ જમાં કરાવી દીધા છે. પરંતુ તેમના સુધી હજી રૂપિયા પહોંચ્યા નથી.લાભના નાણાં કયા ખાતામાં અને કંઈ બેન્કમાં જમા થયા તે અંગે પણ કોઈ જાણ જ નથી.લાભાર્થીઓનો આક્ષેપ છે કે તેમની જાણ વિના જ સરપંચ તલાટી અને કોન્ટ્રકટરે તેમના નામના ખાતા ખોલાવી કૌભાંડ આચર્યું છે.
તો બીજી તરફ મહિલા સરપંચ પોતાના પર લાગેલા તમામ આરોપ ફગાવ્યાં. અને કહ્યું કે લાભાર્થી તેમના બેન્ક ખાતાથી માહિતગાર છે. ખુદ લાભાર્થીઓએ જ પોતે મકાન બનાવી શકવા સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.
આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા કેસમાં કંગના રાણાવત પણ કુદી પડી, કહ્યું આવા લોકો આપણા દેશને અફઘાનિસ્તાન બનાતા રોકે છે