Chhota Udepur: પાવી જેતપુરમાં એક સાથે 13 લોકો કોરોના પોઝિટીવ, બેંકના 4 કર્મચારી પણ સામેલ

| Edited By: | Updated on: Jan 14, 2022 | 9:47 AM

એક સાથે બેંકના ચાર કર્મચારીઓ સંક્રમિત થતા બેંકની કામગીરી હાલ પુરતી બંધ કરવામાં આવી છે અને બેંકને સેનીટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

ગુજરાતમાં કોરોના કેસ (Corona case) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કોરોના (Corona Virus)ની સાથે ઓમિક્રોન (Omicron)ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં એક સાથે 13 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે.

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં એક સાથે 13 લોકો કોરોના પોઝિટીવ આવ્યા છે. પાવી જેતપુર વિસ્તારમાં આવેલી SBIમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. અહીં બેંકના ચાર કર્મચારીઓ કોરોના સંક્રમિત મળ્યા છે. કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા બેંકનું કામ ઠપ થયું છે.

એક સાથે બેંકના ચાર કર્મચારીઓ સંક્રમિત થતા બેંકની કામગીરી હાલ પુરતી બંધ કરવામાં આવી છે અને બેંકને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. બેંકની કામગીરી બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે ગુજરાતમાં 13 જાન્યુઆરીએ કોરોનાના નવા રેકોર્ડ બ્રેક 11, 176 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનામાં મૃત્યુઆંક 5 નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3,663 કેસ તો સુરત કોર્પોરેશનમાં 2,690 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 950 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 440 કેસો નોંધાયા છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં 319 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 337, ભરૂચમાં 308, સુરત ગ્રામ્યમાં 243, ભાવનગરમાં 198, જામનગરમાં 170, નવસારીમાં 155 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ Valsad: વહીવટી તંત્રના જિલ્લાની સરહદ પર ચેકિંગના તમામ દાવા પોકળ, કંઈક અલગ વાસ્તવિકતા મળી જોવા

આ પણ વાંચોઃ બનાસકાંઠા : કોરોના મહામારીને પગલે અંબાજી મંદીર 15થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે