અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો

|

Jul 05, 2024 | 11:03 AM

ખારી નદીમાં કેમિકલ છોડવામાં આવતા ફીણના ગોટે ગોટા વળ્યાના દૃશ્યો સામે આવ્યા છે. ખારી નદીમાં ફીણ વળવાના વીડિયો પણ સામે આવ્યા છે અને વિસ્તારમાં સ્થાનિકો પણ રોષે ભરાયા છે. રાત્રી દરમિયાન કેમિકલ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદના વિવેકાનંદન નગર વિસ્તારમાંથી પસાર થતી ખારી નદીમાં કેમિકલ છોડવામાં આવતા ફીણના ગોટે ગોટા વળ્યાના દૃશ્યો સામે આવ્યા છે. ખારી નદીમાં ફીણ વળવાના વીડિયો પણ સામે આવ્યા છે અને વિસ્તારમાં સ્થાનિકો પણ રોષે ભરાયા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની મીલીભગત હોવાના પણ હવે આક્ષેપ થવા લાગ્યા છે.

ખારી નદીમાં રાત્રી દરમિયાન કેમિકલ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઈ કેમિકલ માફિયાઓ સક્રિય થયા હોવાને લઈ આ સ્થિતિ સર્જાઈ રહી હોવાનું પણ મનાઈ રહી છે.

 

આ પણ વાંચો: અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video