Gujarati Video: વડોદરાના વરણામાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, 15.20 લાખના કેમિકલના જથ્થા સાથે બે શખ્સની કરી ધરપકડ

| Edited By: | Updated on: Aug 07, 2023 | 7:09 AM

વડોદરાના ( Vadodara ) વરણામાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીના કૌભાંડનો (Chemical Theft) પર્દાફાશ થયો છે. બાતમીને આધારે પોલીસે 15.20 લાખના કેમિકલના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

વડોદરાના ( Vadodara ) વરણામાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીના કૌભાંડનો (Chemical Theft) પર્દાફાશ થયો છે. બાતમીને આધારે પોલીસે 15.20 લાખના કેમિકલના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના અને હાલ વડોદરાના માંજલપુરમાં રહેતા મિતેષ મેઘવાળ અને મહારાષ્ટ્રના અરવિંદ યાદવ નામના બે શખ્સોની કેમિકલના જથ્થા સાથે બાતમીના આધારે ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Vadodara: લ્યો બોલો તંત્રની આવી તો કેવી બેદરકારી કે, વ્યક્તિ જીવતી પણ ઘરે પહોંચ્યો મરણનો દાખલો ! જુઓ Video

સાથે જ પોલીસે કેમિકલના જથ્થા સહિત કુલ 35.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટેલ સંચાલક અને ટેન્કર માલિકની મિલિભગતથી સમગ્ર કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવી માહિતી મળી રહે છે.

અમદાવાદના નારોલમાં  કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયુ હતુ

તો આ અગાઉ અમદાવાદના નારોલમાં પોલીસે કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડયુ હતુ. જેમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ જ્વલનશીલ કેમિકલ સૌંદર્ય પ્રસાધનના સાધનો બનાવવા અને દવાના ઉપયોગમાં લેવાતો હતો.

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો