Vadodara : મકરપુરા પોલીસ સ્ટેશન સામે ખુલ્લી ગટરમાં યુવક ખાબક્યો, બૂમો પાડતા આસપાસના લોકોએ બહાર કાઢ્યો, જુઓ Video

Vadodara : મકરપુરા પોલીસ સ્ટેશન સામે ખુલ્લી ગટરમાં યુવક ખાબક્યો, બૂમો પાડતા આસપાસના લોકોએ બહાર કાઢ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 8:24 AM

વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામે ખુલ્લી ગટરમાં એક યુવક ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર યશપાલ ગોહેલ ઘરે જતા સમયે ફૂટપાથની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો.

Vadodara : વડોદરામાં ખુલ્લી ગટરો લોકો માટે આફત બની છે. ચોમાસામાં (Monsoon) ખુલ્લી ગટરોમાં પડવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે વડોદરામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશન સામે ખુલ્લી ગટરમાં એક યુવક ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર યશપાલ ગોહેલ ઘરે જતા સમયે ફૂટપાથની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો.

આ પણ વાંચો Vadodara : પાદરાના ગામેઠા ગામમાં 13 લોકો સામે એટ્રોસિટીની નોંધાઈ ફરિયાદ, જુઓ Video

આ યુવકે બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા અને ગટરમાં પડેલા યુવકને બહાર કાઢ્યો હતો. સદનસીબે આ ઘટનામાં યુવકને કોઈ મોટી ઈજાઓ થઈ નથી, પરંતુ વડોદરા મ્યુનિપિસલ કોર્પોરેશનના રેઢિયાળ તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. મનપા તંત્ર ખુલ્લી ગટરો વહેલી તકે ઢાંકે તેવી લોકમાંગ ઉઠી છે.

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">