Patan: રાધનપુરમાં રાપરીયા હનુમાન મંદિરે બેઠક દરમિયાન મારામારી, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

| Edited By: | Updated on: May 30, 2022 | 9:33 AM

મંદિરમાં સામાજીક બેઠકમાં થયેલી મારામારીમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને હાલ નજીકની હોસ્પિટલમાં (Patan Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે.

રાધનપુરમાં (Radhanpur) રાપરીયા હનુમાન મંદિરે સામાજીક બેઠક દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. બેઠકમાં એક સમાજના પ્રમુખના માણસોએ જીવલેણ હુમલો કરતા મામલો વણસ્યો છે.તમને જણાવી દઈએ કે, સાધુ સમાજની મળેલી સામાજીક કારોબારીની ચર્ચા દરમિયાન આ પ્રકારની મારામારી થઈ હતી. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને હાલ નજીકની હોસ્પિટલમાં (Patan Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે.

સાધુ સમાજની કારોબારી બેઠકમાં હોબાળો

તમને જણાવવું રહ્યું કે, રાધનપુરમાં મહેસાણા રોડ ઉપર આવેલ સાધુ સમાજની કારોબારી બેઠક મળી હતી. જેમાં તમામ સદસ્યો હાજર રહ્યા હતા. જો કે આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ ઉપર વિખવાદ થતાં હોબાળો થતા મામલો વણસ્યો હતો.મળતી માહિતી મુજબ રાપરીયા હનુમાન મંદિરમાં યોજાયેલી આ બેઠકમાં કેટલાક યુવાનોએ અમુક મુદ્દા ઠરાવમાં લેવાનું જણાવતાં પ્રમુખ ઉશ્કેરાયા હતા. બાદમાં રામપ્રકાશ નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જેને માથામાં ગંભીર ઈજા થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.