Chandrayaan 3: ચંદ્ર પર લેન્ડિંગ બાદ ખુશીનો માહોલ, દિવાળી સમાન ફટાકડા ફૂટ્યા, રાજ્ય પોલીસ ભવનમાં ઉજવણી કરાઈ, જુઓ Video
Chandrayaan 3 Congratulations: ગુજરાત સહિત દેશભરમાં ખુશીઓનો જબરદસ્ત માહોલ જોવા માહોલ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન 3 નુ સફળ લેન્ડિંગ થયા બાદ તુરત જ આતશબાજી પણ જોવા મળી હતી.
ચંદ્રયાન 3 લેન્ડિંગ કરવા સાથે જ આતશબાજી સાથે આ મહત્વની પળનુ સ્વાગત થયુ હતુ. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા દરેક શહેરમાં એક જબરદસ્ત માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગરમાં હર્ષ સંઘવી પોલીસ ભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારી અને પોલીસ કર્મીઓની સાથે રહીને ચંદ્રયાન 3 લેન્ડ થવાની ઐતિહાસિક પળને નિહાળી હતી. ઐતિહાસિક સફળતા મળવાની સાથે જ પોલીસ ભવન ખાતે આતશબાજી કરવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસ બેન્ડ દ્વારા પણ ખુશીના સૂર રેલાવ્યા હતા અને ખુશીના માહોલને જબરદસ્ત બનાવ્યો હતો. ફટાકડાની આતશ બાજી અને પોલીસ બેન્ડના સૂર સાથે ચંદ્રયાનની સફળતાને ગુજરાત પોલીસે વધાવી હતી. રાજ્યમાં પણ અનેક સ્થળો ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. દરેક ભારતીય ના ગર્વને લોકોએ દિવાળી જેવા માહોલ સાથે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ Sabarkantha: ચમચમાતી મોંઘીદાટ કારમાં દારુની મોટાપાયે હેરાફેરી ઝડપાઈ, અમદાવાદ લવાતા જથ્થાને LCB એ ઝડપ્યો
સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 23, 2023 07:49 PM
Follow Us
Loading...
Unable to load recommendations.
