ફરી ચડ્ડી બનિયાન ગેંગ સક્રિય ! શાપર અને કાલાવડમાં 24 જેટલા કારખાનાઓમાં ચોરી કરી ગઠિયાઓ રફુચક્કર

| Edited By: | Updated on: Feb 02, 2023 | 10:08 AM

રાજકોટના શાપર અને જામનગરના કાલાવડમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક સામે આવ્યો છે. કાલાવડમાં 14 જેટલા જીનિંગ અને સ્પિનિંગના યુનિટો અને મિલકતોમાં ચોરી થયુ હોવાનુ સામે આવ્યુ છે.

રાજ્યમાં ફરી ચડ્ડી બનિયાન ગેંગ સક્રિય થઈ હોય તેવુ લાગી રહ્યુ છે, કારણ કે રાજકોટના શાપર અને જામનગરના કાલાવડમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક સામે આવ્યો છે. કાલાવડમાં 14 જેટલા જીનિંગ અને સ્પિનિંગના યુનિટો અને મિલકતોમાં ચોરી થયુ હોવાનુ સામે આવ્યુ છે. તો રાજકોટના શાપરમાં પણ 10 જેટલા કારખાનાઓમાં ચોરી કરી ગેંગ ફરાર થયા.  છેલ્લા 15 દિવસથી ચડ્ડી બનિયાનધારી ગેંગ પોલીસને પડકાર ફેંકી રહી છે. ચડ્ડી બનિયાનધારી ગેંગ સતત ચોરીઓ કરી રહી હોવા છતા પોલીસ પકડથી દૂર હોવાથી હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.માહિતી મુજબ રાત્રીના સમયે સાતથી આઠ લોકોની ટોળકી ચોરી કરવા નીકળે છે.કોઇ પ્રતિકાર કરે તો ટોળકી પથ્થરો વડે હુમલા કરે છે.

ચડ્ડી બનિયાનધારી ગેંગ સતત ચોરી કરી રહી હોવા છતા પોલીસ પકડથી દૂર

આ પહેલા પણ રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો હતો. SOG પોલીસ અને ચડ્ડી બનિયાનધારી ગેંગ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ચડ્ડી બનિયાનધારી ગેંગે હુમલો કરતા પોલીસે બચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં ગેંગના એક સભ્યને કમરના ભાગે ગોળી વાગી હતી, જ્યારે ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જે બાદ પોલીસે ચડ્ડી બનિયાનધારી ગેંગના 4 સભ્યોને દબોચી લીધા હતા. જો કે ફરી એકવાર આ પ્રકરાનો આતંક સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.