Breaking News : ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત, નામ, સરનામું, મોબાઇલ નંબર બદલવા પર કોઈ ચાર્જ નહીં, જુઓ Video
કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો માટે મહત્વનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે નામ, સરનામું અને મોબાઇલ નંબર જેવી વ્યક્તિગત વિગતો અપડેટ કરવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે અમલમાં આવે તો લાખો નાગરિકોને મોટી રાહત મળી શકે છે. આ પ્રસ્તાવ મુજબ, ડ્રાઇવિંગ લાયસન્સમાં નામ, સરનામું અને મોબાઇલ નંબર જેવી વ્યક્તિગત વિગતો અપડેટ કરવા માટે હવે કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
આ નવા નિયમ હેઠળ, લાયસન્સમાં ફેરફાર માટેની અરજીઓનો નિર્ણય 15 દિવસની અંદર કરવાનો રહેશે. જો 30 દિવસમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે, તો ફેરફાર આપમેળે મંજૂર ગણાશે. આ ઉપરાંત, લાયસન્સ પર ચાલકનું બ્લડ ગ્રુપ અને ઇમરજન્સી મોબાઇલ નંબર પણ નોંધવાનો પ્રસ્તાવ છે, જે કટોકટીની સ્થિતિમાં અત્યંત ઉપયોગી થશે.
કેન્દ્ર સરકારે ભારતીય અને વિદેશી નાગરિકો માટે અલગ-અલગ રંગના લાયસન્સ આપવાની પણ દરખાસ્ત કરી છે. આધાર કાર્ડ, પાસપોર્ટ અને જન્મપ્રમાણપત્ર જેવા દસ્તાવેજોને ઓળખ, વય અને રહેઠાણના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે, જેથી સરનામાની ખરાઈ માટે સોગંદનામા કે મેજિસ્ટ્રેટ સામે જવાની જરૂર રહેશે નહીં. જોકે, સોગંદનામું અને વીમા પોલિસીને હવે પુરાવો ગણી શકાશે નહીં. લાયસન્સ સંબંધિત અન્ય તમામ સેવાઓ માટે ઓનલાઈન અરજી કરીને મેળવી શકાશે, જે પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.
દમણમાં નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ, 8,224 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત, આરોગ્ય પર ખતરો, જુઓ Video
