હિંમતનગરમાં તસ્કરોના તરખાટ વચ્ચે કારમાં આવેલા શખ્શોએ 11 પશુઓની કરી ચોરી, જુઓ CCTV વીડિયો

| Updated on: Jan 28, 2024 | 5:06 PM

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામના પહાડીયા વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસના વાડામાંથી 11 બકરાંની ચોરી કરવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ઇસમો રાત્રી દરમિયાન કાર લઈને આવીને અંધારામાં 11 બકરાને ઉઠાવી ગયા હતા. માત્ર 12 મિનિટના જ સમયમાં આ બકરાંને તસ્કરોએ ચોરી કરી ગયા હોવાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.

તસ્કરોને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, આ દરમિયાન વધુ એક ચોરીની ઘટના નોંધાઈ છે. હિંમતનગરના ઇલોલ વિસ્તારમાં એક ફાર્મહાઉસમાંથી તસ્કરોએ 11 બકરાની કારમાં આવીને ઉઠાંતરી કરી ગયા છે. ઇલોલના પહાડીયા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં બકરા રાખેલા હતા. આ દરમિયાન રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઇસમો કાર લઈને આવીને બકરાંની ચોરી કરી ગયા હતા.

આ પણ વાંચો: ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!

ઘટના અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. ચોરીની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેના આધારે હવે પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે પ્રયાસ શરુ કર્યા છે. ચોરી થયેલ બકરાંઓમાં 1 નર અને પાંચ માદા બકરીઓ હતી, જ્યારે પાંચ નાના બચ્ચા હતા. આમ મળીને 80 હજાર રુપિયાની બકરીઓની ચોરી થઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો