Bhavnagar : બેંક બહારથી જ 75 લાખ રુપિયાની થઇ લૂંટ, જુઓ સમગ્ર ઘટનાના CCTV

Bhavnagar : બેંક બહારથી જ 75 લાખ રુપિયાની થઇ લૂંટ, જુઓ સમગ્ર ઘટનાના CCTV

| Edited By: | Updated on: Mar 06, 2025 | 2:37 PM

કેટલીક વાર લૂંટ અને ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ લાખો રુપિયાની લૂંટની ઘટના ફરી એક વાર ગુજરાતમાં સામે આવી છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં SBI બેન્કની બહારથી લાખો રુપિયાની લૂંટ કરવામાં આવી છે.

કેટલીક વાર લૂંટ અને ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ લાખો રુપિયાની લૂંટની ઘટના ફરી એક વાર ગુજરાતમાં સામે આવી છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં SBI બેન્કની બહારથી લાખો રુપિયાની લૂંટ કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ છરી બતાવીને વેપારી પાસેથી 75 લાખ રુપિયા પડાવી ફરાર થઈ ગયા હતા. વેપારી બેંકમાંથી બહાર નીકળતાની સાથે જ લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. વેપારીએ આ સમગ્ર ઘટના અંગે બોરીતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે CCTVના આધારે તપાસ તાત્કાલિક હાથ ધરી હતી. જોકે હજી સુધી આરોપીઓ ઝડપાયા નથી.

SBI બહાર 75 લાખની લૂંટ

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં વેપારી પાસેથી 75 લાખ રુપિયાની લૂંટ ચલાવતા વેપારીના પગ નીચેથી જમીન ખસી ગઈ હોવા તેવી સ્થિતિ સર્જાઈ હતી. વેપારીએ ફરિયાદ નોંધાવતાની સાથે જ DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખેડામાં 1.29 લાખની થઈ હતી ચોરી

બીજી તરફ આ અગાઉ ખેડામાં બેન્કમાં રૂપિયા જમા કરાવતા ગ્રાહકની બેગની ઉઠાંતરી થઈ હોવાની ઘટના બની હતી. જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની કપડવંજ શાખામાં ચોરી થઈ હતી. 1.29 લાખ રુપિયા ભરેલી બેગ લઈ ચોર ફરાર થયો હતો. પંચાયતના લેટર પેડ સહિત જરૂરી દસ્તાવેજો ભરેલી બેગની પણ ચોરી કરી હતી. જો કે પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.