વડોદરામાં રેલવે DRM ઓફિસ પર CBIની રેડ પાડવામાં આવી હતી. 2 ઓફિસર અને 2 કર્મચારીની પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે. રેલવે ભરતી કૌભાંડમાં અધિકારીઓની સંડોવણી સામે આવી છે. ગાંધીનગર ACB અને CBI દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. આખી રાત ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવી છે. રેલવે ભરતી કૌભાંડમાં નામાંકિત જવેલર્સની ભૂમિકા પણ આ સમગ્ર ઘટનામાં સામે આવી છે. અલકાપુરીના ધનરાજ જ્વેલર્સમાંથી અધિકારીઓએ સોનું મંગાવ્યું હતુ. લાંચ રૂપે ઉમેદવાર પાસેથી 400 ગ્રામ સોનું મંગાવ્યું હોવાનો ખુલાસો થયો છે. બિલ વગરનું સોનું આપનાર ધનરાજ જવેલર્સમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ધનરાજ જવેલર્સના માલિક રાજેન્દ્ર લાડલાની પણ મોડીરાત સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.