Bhavnagar Rain Video : શિહોરના સેલુ, ભાણગઢ ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા, કાળુભાર નદીના પટનો કોઝ-વે તૂટી ગયો

|

Jul 10, 2023 | 4:09 PM

ભાવનગરના શિહોરના સેલુ, ભાણગઢ ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે કાળુભાર નદીના પટનો કોઝ-વે એક જ ચોમાસામાં તૂટી ગયો છે. તેમજ કાળુભાર નદીના પાણી ગામ અને ખેતરમાં ફરી વળ્યાં છે.

Bhavnagar Video : સમગ્ર ગુજરાતમાં આગાહી અનુસાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ભાવનગરના શિહોરના સેલુ, ભાણગઢ ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.

જેના કારણે કાળુભાર નદીના પટનો કોઝ-વે એક જ ચોમાસામાં તૂટી ગયો છે. તેમજ કાળુભાર નદીના પાણી ગામ અને ખેતરમાં ફરી વળ્યાં છે. ખેતરમાં સામાકાંઠે રહેલા લોકો જીવ જોખમમાં મૂકી જવા મજબૂર બન્યા છે. કોઝ વે તૂટી જતા પાળીયાદ, દેવળીયાના લોકો 15 કિલોમીટર દૂર ફરીને જવા ફરજ પડી રહી છે. પીવાનું પાણી ન આવતા ટેન્કર મગાવીને પાણી પીવા લોકો મજબૂર બન્યા છે.

આ પણ વાંચો- Banaskantha Video : કોંગ્રેસમાંથી આવેલા ગોવા રબારી બન્યા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન, અરજણ પટેલ વાઇસ ચેરમેન બન્યા

ભાવનગર  અને ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video