સાબર ડેરી સામે પશુપાલકોનો રોષ, વાહનોમાંથી દૂઘ ઢોળી નાખ્યું, જુઓ વીડિયો

સાબર ડેરી સામે પશુપાલકોનો રોષ, વાહનોમાંથી દૂઘ ઢોળી નાખ્યું, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 16, 2025 | 7:35 PM

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સહકારી ડેરી સાબર ડેરી સામે આ બન્ને જિલ્લાના પશુપાલકો રોડ પર ઉતરી આવ્યા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે, સાબર ડેરી દ્વારા ભાવફેરના રૂપિયા ગયા વર્ષની સરખામણીએ ઓછા આપવામાં આવ્યા છે. આ મુદ્દે બન્ને જિલ્લાના પશુપાલકો ડેરીની સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. પશુપાલકોએ આજે દૂધ ભરીને ડેરીમાં જતા વાહનોને અટકાવીન તેમા ભરેલ દૂઘના તમામ કેન ઢોળી નાખ્યાં હતા.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુખ્ય સહકારી ડેરી સાબર ડેરી સામે પશુપાલકોમાં ભાવ ફેરને લઈને ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે,સાબર ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે ભાવ ફેર ઓછો ચૂકવાયો છે. જેના કારણે છેલ્લા બે દિવસથી પશુપાલકો ડેરી સામે રોડ પર ઊતરી આવ્યા છે.

અરવલ્લીના મોડાસા મોટી ઈસરોલ અને તેની આજુબાજુના વિસ્તારમાં પશુપાલકો દ્વારા સાબરડેરી માટે દૂધ લઈ જતા વાહનોમાંથી દૂધ ઢોળી નાખવામાં આવ્યું હતું. પટેલ છાપરા દૂધ મંડળીના સભાસદો ધ્વારા ભાવવધારાના વિરોધમાં, વાહનોમાં ભરેલા કેનમાંથી દૂધ રસ્તા પર ઢોળીને ભારે વિરોધ કર્યો હતો.

મેઘરજના માલપુર ચોકડી પાસે પણ સાબર ડેરીના ભાવફેર સામે પશુપાલકોનો રોષ જોવા મળ્યો હતો. પશુપાલકોએ સાબર ડેરીના ટેમ્પોને રોડ ઉપર જ રોકીને, રોડ ઉપર કેન ખાલી કરી દઈ દૂધ ઢોળી નાખીને વિરોધ કર્યો હતો. આ પશુપાલકોની માંગણી છે કે, અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોના ભાવફેર યોગ્ય ચૂકવવા માંગણી કરી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો