Ahmedabad : ખાનગી હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચેની લડાઈમાં જનતા પીસાશે,હોસ્પિટલોમાં આગામી સાત દિવસ કેશલેસ સુવિધા રહેશે બંધ

|

Aug 06, 2022 | 10:31 AM

આહનાનો આરોપ છે કે વીમા ધારકોને સારી સુવિધા મળે તે માટે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને (Insurance Company) વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી

Ahmedabad : ખાનગી હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચેની લડાઈમાં જનતા પીસાશે,હોસ્પિટલોમાં આગામી સાત દિવસ કેશલેસ સુવિધા રહેશે બંધ
Ahmedabad hospital ans nursing homes association

Follow us on

આગામી સાત દિવસ અમદાવાદની (Ahmedabad) ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સુવિધા રહેશે બંધ.ખાનગી હોસ્પિટલોએ (private Hospital)  જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ સામે મોરચો માંડ્યો છે.આહનાએ જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ રાખવાની જાહેરાત કરી છે.આગામી 8થી 15 ઓગસ્ટ સુધી કેશલેસ (Cashless) સુવિધા બંધ કરશે.આ વિરોધમાં 300થી વધુ ખાનગી હોસ્પિટલો જોડાશે.આહનાના પ્રમુખે જણાવ્યું કે ધી ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ, (new india insaurance) નેશનલ ઇન્શ્યોરન્સ, યુનાઇડેટ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ (United india insurance) અને ધી ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા સ્થગિત રખાશે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

હોસ્પિટલ એસોસિયેશનના ગંભીર આરોપ

આહનાનો આરોપ છે કે વીમા ધારકોને સારી સુવિધા મળે તે માટે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને (Insurance Company) વારંવાર રજૂઆત કરવામાં આવી છે.પરંતુ હજી સુધી કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી.એટલું જ નહીં વીમા કંપનીએ હોસ્પિટલ સાથે કરેલા MOUના ચાર્જમાં પણ છેલ્લા ઘણા સમયથી વધારો કર્યો નથી. હોસ્પિટલના ચાર્જમાં (hospital Charge)  દર વર્ષે 6 ટકાના દરે વધારો કરવા માંગ કરી છે.સાથે સાથે કેટલીક સર્જરી અને પ્રોસિજરમાં વીમા કંપનીએ ફિક્સ ચાર્જીસ નક્કી કર્યા હોવાનો પણ આરોપ છે.તો ડાયાબિટિસ, હ્યદયરોગ જેવી મોર્બિડિટીને વીમામાંથી બાકાત રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Published On - 10:30 am, Sat, 6 August 22

Next Article