સાબરકાંઠાઃ ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ કેસ, આરોગ્ય સહિતની 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો, જુઓ વીડિયો

|

Jul 14, 2024 | 6:10 PM

હિંમતનગર અને ખેડબ્રહ્મામાં 25-25 જેટલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, એ વિસ્તારમાં તમામ બાળકોને તપાસમાં આવી રહ્યા છે. જેમાં ભળતા લક્ષણો જણાય તો તેઓને તુરત સારવાર માટે ખસેડવામાં આવશે. આ માટે હિંમતનગર તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ અંગે વધુ એક બાળકને લક્ષણો જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. મેઘરજના ઢેંકવા ગામના બાળકને હાલમાં સિવિલમાં વેન્ટિલેટર પર રાખવાની જરુર વર્તાઈ છે. બીજી તરફ શંકાસ્પદ વાઇરસને પગલે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિંમતનગર અને ખેડબ્રહ્મામાં 25-25 જેટલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, એ વિસ્તારમાં તમામ બાળકોને તપાસમાં આવી રહ્યા છે. જેમાં ભળતા લક્ષણો જણાય તો તેઓને તુરત સારવાર માટે ખસેડવામાં આવશે. આ માટે હિંમતનગર તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત રોગ વધુ ના ફેલાય એ માટે માખી અને મચ્છરના નિયંત્રણ માટે પાઉડર ડસ્ટીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલે જણાવ્યું હતુ.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:10 pm, Sun, 14 July 24

Next Video