Surendranagar : લોકમેળામાં મોતના કૂવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ, જુઓ Video
દર વર્ષે યોજાતા આ મેળામાં વિવિધ રાઇડ્સ સહિત મોતના કુવાના ખેલ પણ જોવા મળતા હોય છે. જો કે મોતના આ કુવામાં મોતનું ખૂબ જ જોખમ રહેલુ હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના લોકમેળામાં પણ મોતના કુવામાં અકસ્માત (Accident) સર્જાયો હતો. જો કે સદનસીબે જાનહાની ટળી છે.
Surendranagar : ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં આઠમનો લોકમેળો (Lok Mela) યોજાયો છે. દર વર્ષે યોજાતા આ મેળામાં વિવિધ રાઇડ્સ સહિત મોતના કુવાના ખેલ પણ જોવા મળતા હોય છે. જો કે મોતના આ કુવામાં મોતનું ખૂબ જ જોખમ રહેલુ હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના લોકમેળામાં પણ મોતના કુવામાં અકસ્માત (Accident) સર્જાયો હતો. જો કે સદનસીબે જાનહાની ટળી છે.
આ પણ વાંચો-Banaskantha : વકીલને PSIની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર સકંજામાં, જુઓ Video
સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો.મોતના કૂવામાં સ્ટંટ કરતી કારનું અચાનક જ ટાયર નીકળી ગયું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર 30 ફૂટ ઉંચેથી નીચે પટકાઈ હતી. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત બાદ લોકો એકઠા થઇ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.