Dahod : ટ્રેકટરને ઓવરટેક કરતા કાર-છકડા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: May 03, 2023 | 8:33 AM

દેવગઢબારીયાના પુવાળા ખાતે અકસ્માત સર્જાઈ છે. ધાનપુર તરફથી આવતી કાર ટ્રેકટરને ઓવરટેક કરતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત થયુ છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. આવી જ એક ઘટના દેવગઢબારીયાના પુવાળા ખાતે બની છે. ધાનપુર તરફથી આવતી કાર ટ્રેકટરને ઓવરટેક કરતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરી સામે આવતી કાર જોઈને છકડા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. લાકડા ભરેલા ટેકટર સાથે છકડો અથડાતા એક આધેડ મહિલાનું મોત નિપજ્યુ છે. અન્ય લોકો ઈજાગ્રસ્ત થયો છે.

આ પણ વાંચો : Dahod: ટેન્ડર કોસ્ટ કરતા ઊંચી કિંમતનું ટેન્ડર મંજૂર કરાતા સર્જાયો વિવાદ, જુઓ Video

સુરતના બલેશ્વર ખાતે બની હતી ત્રિપલ અકસ્માતની ઘટના

તો બીજી તરફ સુરતના બલેશ્વર ખાતે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કર પાછળ બે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પાછળ ટ્રક અને ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…