ઈડર નજીક કારમાં આગ લાગી, સમયસૂચકતા વાપરતા ચાલકનો આબાદ બચાવ, જુઓ વીડિયો

ઈડર નજીક કારમાં આગ લાગી, સમયસૂચકતા વાપરતા ચાલકનો આબાદ બચાવ, જુઓ વીડિયો

| Updated on: Nov 21, 2023 | 8:38 PM

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બુઢેલી ગામ નજીક એક કારમાં લાગી હતી. એકાએક જ કારમાંથી આગની જ્વાળાઓ ભભૂકવા લાગતા કાર ચાલકે સમય સૂચકતા વાપરતા જાનહાની ટળી હતી. આસપાસના સ્થાનિક લોકો અને ખેડૂતોએ દોડી આવીને આગને કાબૂમાં લેવા માટેનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આગમાં કાર ખાખ થઈ ચુકી હતી. જાનહાની નહીં થતા મોટી રાહત સર્જાઈ હતી.

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં એક કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. ઈડરના બુઢેલી પાસે અંતરીયાળ રસ્તા પર એકાએક જ કારમાં આગની જ્વાળાઓ નિકળતા કારના ચાલકે રોડ પર જ રોકી દઈ બહાર નિકળી જતા બચાવ થયો હતો. પળવારમાં જ આગની જ્વાળાએ કારને લપેટી લેતા આગ સળગીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ લાગી હોવાની ઘટના જોતા જ આસપાસમાંથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

આ પણ વાંચોઃ રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?

આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને લોકો કારમાં આગ લાગી હોવાના દ્રશ્યને જોઈ બચાવ માટે દોટ મુકી હતી. જોકે કાર ચાલકે સમય સૂચકતા વાપરીને કારની બહાર નિકળી આવતા લોકોએ રાહત અનુભવી હતી. કારમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ સ્થાનિકોએ કર્યો હતો. કારમાં આગ લાગવાનુ પ્રાથમિક અનુમાન શોટસર્કિટ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. થોડાક દિવસ અગાઉ બનાસકાંઠાના ભીલડી નજીક પણ એક કારમાં આગની ઘટના સામે આવી હતી.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો