Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ડ્રગ્સના નેટવર્ક સહિતના મુદ્દાઓ પર થશે સમીક્ષા
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં વાયબ્રન્ટ ગુજરાતને લઈ મહત્વની સમીક્ષા કરવામાં આવશે. તેમજ ડ્રગ્સના નેટવર્ક સહિતના મુદ્દાઓ પર પણ સમીક્ષા કરવામાં આવશે.
Gandhinagar : ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં વાયબ્રન્ટ ગુજરાતને લઈ મહત્વની સમીક્ષા કરવામાં આવશે. તેમજ ડ્રગ્સના નેટવર્ક સહિતના મુદ્દાઓ પર પણ સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો : Gandhinagar : સામેત્રી ગામની પ્રાથમિક શાળામાં પોલીસના દરોડા, કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5ની ધરપકડ
તેમજ વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.તેમજ રાજ્યમાં જૂનાગઢ, ગીર સોમનાથ સહીતના 5 જિલ્લાઓમાં અતિવૃષ્ટીની બાકી સહાય બાબતે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં પથ્થરમારાની ઘટનાઓ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે.
અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓને નમાજ પઢવાના મામલે થયેલા વિવાદની કેબિનેટ ચર્ચા કરવામાં આવશે. ક્રિકેટ વિશ્વકપની પ્રથમ મેચ અને આગામી મેચની સુરક્ષા સંદર્ભે પણ થશે સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની સમીક્ષા કરવામાં આવશે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
