પાટીલના નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર, ગુજરાતની જનતા નબળુ નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- Video

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમા બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે પાટીલે નામ લીદા વિના રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર પ્રહાર કર્યા અને બે દિવસની મુલાકાતથી કોઈ ગુજરાતમાં સફળ નહીં થાય તેમ જણાવ્યુ હતુ.

| Edited By: | Updated on: Apr 18, 2025 | 4:14 PM

સુરતમાં બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં સી.આર પાટીલે રાહુલ ગાંધી પર કર્યા આડકતરા પ્રહાર,,નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરતા સી.આર.પાટીલે કહ્યું કે ગુજરાત એક એવુ રાજ્ય છે જેના માટે દરેકને આકર્ષણ થાય. પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે ગુજરાત આવી રહ્યો છે તે ચોક્કસપણે તેમા સફળ થવાનો નથી તે હું તમને ખાતરીથી કહી શકુ છુ. જેના નેતૃત્વ પર તેમની પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી. ત્યા ગુજરાત જેવા વિકસીત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરનારા, સાહસિક વૃતિના લોકો ક્યારેય નબળુ નેતૃત્વ પસંદ કરતા નથી. ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત સફળ છે અને રહેશે. ગુજરાતના લોકો આવા લોકોને સત્તા નહીં સોંપે.

કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે સુરતમાં બ્રિજનું લોકાર્પણ કરાયું. નેશનલ હાઈવે નંબર 53 પર બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. સી આર પાટીલે બ્રિજના લોકાર્પણ વખતે કહ્યું કે કેન્દ્ર સરકારના પ્રયાસથી જ્યાં વધુ અકસ્માત થતા હોય તેવા ક્ષેત્રોની ઓળખ કરીને ત્યાં બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજથી હવે વાહનચાલકોનો સમય બચશે અને મુસાફરી વધુ ઝડપી અને સુરક્ષીત બનશે. અકસ્માતના નિવારણના દ્રષ્ટ્રીકોણથી પણ આ બ્રિજ મહત્વના રહેશે.

Input Credit- Baldev Suthar- Surat

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:14 pm, Fri, 18 April 25