Ahmedabad : મર્સિડીઝ કારમાંથી મળ્યો બિલ્ડરનો મૃતદેહ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કર્યાનું અનુમાન, જુઓ Video

| Edited By: | Updated on: Sep 14, 2025 | 12:53 PM

અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાઓએ પોલીસની સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. પાલડી બાદ વિરાટનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. હત્યા કરેલી હાલતમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાઓએ પોલીસની સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. પાલડી બાદ વિરાટનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. હત્યા કરેલી હાલતમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર કારની ડિકીમાંથી મળેલો મૃતદેહ બિલ્ડર હિંમત રુદાણી છે. તેમજ મૃતદેહની હાલત જો તો લાગી રહ્યું છે કે બિલ્ડરની હત્યા તીક્ષ્ણ હથિયારો વડે કરવામાં આવી હોય. બિલ્ડરની હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

રાજસ્થાનથી 3 આરોપીની ધરપકડ

આ ઘટનાની જાણ થતા ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં 3 આરોપીઓ રાજસ્થાનના શિરોહીથી ઝડપાયા છે. જો કે હજી સુધી હત્યા કયાં કારણોસર કરવામાં આવી હતી. તેની કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી. જેથી પોલીસ આરોપીઓની પુછપરછ હાથ ધરશે.

હત્યાનું કારણ અકબંધ

ઉલ્લેખનીય છે કે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક લોકોને થઈ હતી, તેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ પડેલો હતો. પોલીસની તપાસમાં હિંમતભાઈ રુદાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો