Junagadh : જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામે ઉબેણ નદી પરના પુલમાં મસમોટા ગાબડા પડતા લોકોની મુશ્કેલી વધી છે. ભારે વરસાદને (Rain) કારણે ઉબેણ નદી પર 45 વર્ષ જૂના પુલમાં મસમોટા ગાબડાં પડ્યાં છે. જેને કારણે ધંધુસર સહિત 20 જેટલા ગામનો રસ્તો બંધ થતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે તેમના વિસ્તારમાં ચોમાસામાં (Monsoon 2023) આ સ્થિતિનું નિર્માણ થાય છે. લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બને છે.
આ પણ વાંચો- Rajkot Rain News : વરસાદ બાદ દૂધીવદર ગામ પાસેનો ફોફળ ડેમ છલોછલ ભરાયો, જૂઓ Video
સ્થાનિકોનો આક્ષેપ છે કે લો લેવલ બ્રિજ તૂટવાને કારણે લોકોને 30 કિલોમીટર ફરીને જવું પડે છે. એટલું જ નહીં સ્કૂલના બાળકોના અભ્યાસ બગડી રહ્યો હોવાનો પણ આરોપ છે. સ્થાનિકોનો દાવો છે કે 45 વર્ષ જૂનો બ્રિજ હોવાથી અનેક રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. અનેક રજૂઆત છતાં તંત્રએ હજુ કોઈ કામગીરી ન કરતા લોકોમાં રોષ ભભૂક્યો છે. તાત્કાલિક કામ ચલાઉ રસ્તો શરૂ કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો