New TP Scheme Breaking Video : અમદાવાદ શહેરમાં નવી 11 TPને મળી મંજૂરી, AMCને થશે મોટો ફાયદો
અમદાવાદ શહેરમાં 11 નવી TPને મંજૂર કરવામાં આવી છે. જેમાં સાબરમતી, ચાંદલોડિયા, સરખેજ, કઠવાડા અને નરોડાનો સમાવેશ થયો છે. આ ઉપરાંત ગેરતપુર, વટવા, શાહવાડી, બાકરોલ-બાદરાબાદમાં પણ નવી TPને મંજૂરી મળી છે.
Ahmedabad : અમદાવાદ શહેરમાં 11 નવી TPને મંજૂર કરવામાં આવી છે. જેમાં સાબરમતી, ચાંદલોડિયા, સરખેજ, કઠવાડા અને નરોડાનો સમાવેશ થયો છે. આ ઉપરાંત ગેરતપુર, વટવા, શાહવાડી, બાકરોલ-બાદરાબાદમાં પણ નવી TPને મંજૂરી મળી છે. AMCના બોર્ડમાં મંજૂરી બાદ ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીની દરખાસ્તને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે.
રાજ્ય સરકારની મંજૂરી બાદ અમદાવાદ મ્યુનિપિસલ કોર્પોરેશનને 400 કરતા વધુ પ્લોટ મળવાની સંભાવના છે. જેના પર અર્બન હેલ્થ સેન્ટર, ગાર્ડન, સ્કૂલ અને એફોર્ડેબલ આવાસ સહિતની સુવિધા શહેરીજનોને મળી રહેશે.
તો બીજી તરફ આ અગાઉ હિંમતનગર શહેરમાં નવા નિર્માણ થયેલા 3 TP રોડના લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. શહેરમાં TP રોડના નવા નિર્માણ કરવાને લઈ શહેરીજનોને માટે મોટો હાશકારો સરળ અને સુવિધાનજનક રસ્તાઓને લઈ થયો છે. આ ઉપરાંત કેનાલ ફ્રન્ટ પર સાયકલ રાઈડીંગની શરુઆત કરવામાં આવી છે.
