Breaking Video : ભાવનગરની સરટી હોસ્પિટલમાં ફાયરિંગ થતા લોકોમાં ભયનો માહોલ, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ભાવનગરમાં આવેલી સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મોડીરાત્રે ફાયરિંગની ઘટના બની છે. એક શખ્સે અન્ય વ્યક્તિ પર ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. ફાયરિંગ કરનાર આરોપી હોસ્પિટલમાં ફાયરિંગ કરી ફરાર થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સદનસીબે ફાયરિંગમાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિ થઈ હોય તેવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
Bhavnagar : ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. ભાવનગરમાં આવેલી સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મોડીરાત્રે ફાયરિંગની ઘટના બની છે. એક શખ્સે અન્ય વ્યક્તિ પર ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. ફાયરિંગ કરનાર આરોપી હોસ્પિટલમાં ફાયરિંગ કરી ફરાર થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સદનસીબે ફાયરિંગમાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિ થયા નથી.
તો આ અગાઉ આવી જ ફાયરિંગની ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં લૂંટારુ પિસ્તલ લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે જ્વેલર્સે પ્રતિકાર કરતા લૂંટારૂ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હાથમાં પિસ્તલ લઈને રોડ પર દોડે છે અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ.
