Breaking Video : અમદાવાદના SG હાઈવે પર વધુ એક અકસ્માત, ઈલેક્ટ્રીક પોલ સાથે કાર અથડાતા એકનું મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત

| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:48 AM

અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાઈ છે. પકવાન બ્રિજથી ગાંધીનગર જતા માર્ગ પર અકસ્માત થયો છે. પૂરઝડપે આવતી કાર ડિવાડર પરના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. જેમાં એકનું મોત થયુ છે.અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન નરેશ પ્રજાપતિ નામના શખ્સનું મોત થયુ છે.

Ahmedabad Accident : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાઈ છે. પકવાન બ્રિજથી ગાંધીનગર જતા માર્ગ પર અકસ્માત થયો છે. જેમાં એકનું મોત થયુ છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પૂરઝડપે આવતી કાર ડિવાડર પરના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. જેમાં સારવાર દરમિયાન નરેશ પ્રજાપતિ નામના શખ્સનું મોત થયુ છે.

આ પણ વાંચો : Ahmedabad: વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારના અડ્ડા પર PCBની રેડ, 19 જુગારી ઝડપાયા, જુઓ Video

અકસ્માતમાં 4 ગંભીર ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. એસજી હાઇવે 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

સુરતમાં પણ સર્જાયો અકસ્માત

તો સુરતમાં પણ અકસ્માતની ઘટના બની છે. સુરતમાં અમદાવાદના ઈસ્કોન જેવો ગમખ્વાર અકસ્માત થતા રહી ગયો છે. બે ટોળા વચ્ચેની માથાકૂટમાં ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો છે. ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. તેમજ ટેમ્પો ચાલક ફરાર થયો છે. અકસ્માતના ભયજનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો